*** દિશા જો આરાધ ***
પછમમેં સ્વયંભ સરઠીયો, ઉતરમેં કરમ અણાડ
પુરબમેં જ્યોત જરોરે, દખણમેં નજ નરવાણ
ચાર દશી ચાર અવદશી, ધરતી અને આકાશ
દશે દિશાએ અલખજો આસતાન
હકડો હાથ મેરતે, બીયો હાથ નલાડ
દશજે આરાધ જો સમરો વખાણ
ટરે પાપ ને ગત ગુરૂ કે ગંગા જો સ્નાન

======================================
*** સર ઉતારેજા વેદ ***
ધરતી માતા મૈશર પિતા, સર લાયે આંજે શરણે રખા,
ક્ને કુનર ગલે એકાવન હાર,ધરતી માતા ધર્માચાર
અલખ દેવ આંજે કરમ કે જુવાર.

======================================
*** ફણીજા વેદ ***
સંજ ફણી સવાર ફણી, સર ફણી જીવડો જ્યોતથી ઝરોરે,
અર રજ ખર રજ, મળાકી રજ, સુતક ટારીયે સામ.
દિપક કી છાંયા, પંજ પાંતક સતસુતક દશ દોષ વીસ વણાય,
અતરા પાતક ઉતરે, જો મથે ડીજે ફણી.
સની ફણી સરવરી કવ કાંગસી હોય,
મુંગટમેં રખંદા માયસરીયા, કરક ન ચડે કોઈ,
ફણી જે આરાધજો સમરો વખાણ, ટળે પાપને ગંગાજો સ્નાન.

===============================================
*** ત્રી કોળી જો આરાધ ***
જળદેવ, વાસદેવ, અનદેવ,પવનદેવ, પંચદેવ થીયા પારેવા,
એ આરાધે આય અલખ, જે જી નરાકાર આય કરા.
કમણ આરાધી તેજો કમણ સાખી, એનસ આરાધી તેજો સુરજ સાખી,
વિના દોષારી થીયા અવીનાષી, ઈ ચોસણ કણકી પાત્ર કિયો.
માયસરીયા આરાધીયો આયજો પાપ પચારે જાય,
લેખે ચડે લખ, આલેખો આય એક,
મામૈઈ ભણે માયસરીયા કણકી પાત્ર એક,
ત્રીકોળી જે આરાધજો સમરો વખાણ, ટરે પાપ ને ગંગા જો સ્નાન.

==============================================
*** શ્રી માતંગદેવ જો જાપ ***
અખ તેજ અલખજી રચના, માય ઝરોરે જ્યોત,
પંજ તંત પ્રગટ્યા, કરે પંડજી સોઝ,
અલખ એકલમલ એકવીસ વરમંઢે, જાણે તેજો ભેદ.
દેવ મામૈઈ ચ્યેં, આય પુજી પુજીયો અલખ જો ભેદ,
આયજો જીવ થીંદો ત્રીકોડી મેં નજ, ચિતવણીસે લુણંગદેવ રખંદો મુખમેં,
ઈ કથન તે કંથીયો માતંગ પંડત, અલખ આપો આપ.

==============================================
*** સર ચડાયજા વેદ ***
સર ચડીયા ધડ મળીયા, સે જીવ જોખેનું ટરીયા,
કુંભકાર લગ માતંગદેવ કંથીયા, સે જીવ પડતરેજી પારે ચડીયા,
ધરતીમાતા ધર્માચાર, અલખ દેવ આંજે કરમકે જુવાર.

==============================================
*** પાવર જા વેદ ***
પાવર પસા માતંગજી, સચ શીલ સંતોકે લીજીયે,
કાગા ભવ ટરે હંસા ભવ હોય.
જમ ડરે જીવ તરે, કરોડસો ખોળીયેજા કસમર ઉતરે,
મામૈઈ ભણે માયસરીયા, ઈ જીવ સરગાપર મેં સંચરે.

=============================================
*** ભભુત જા વેદ ***
પંચ સતને પંઢરો, ચોડો અયડો ને ચાર, બારો તેત્રીસે કે સાથ,
રૂદ્ર ગવરી જે વર કિયો શણગાર, ભવજે કારણે ભભુત,
ભભુત માતા ને ભભુત પિતા, ભભુત ભવ તારીણી.
માલણ બેડે ગુરમામ, લુણંગ ભરીંદો ધરમજી શાખ,
ભભુત જે તિલકજો સમરો વખાણમ ટરે પાપ ને ગત કે ગંગાજો સ્નાન.

===============================================
*** છેડે જા વેદ ***
છેડો વછાયો અલખજો, આય દેવ નારાણ જે હાથ,
કરા ચેતાવણીથી ચાલશે, નજ કરમ જે આધાર,
મામૈઈ ભણે માયસરીયા, ઈ જીવ જો ઉમરાપર મેં વાસ.

==============================================
*** ગવરી જો આરાધ ***
ધ્રુવ ચકર મેર મંઝી, રૂપ સ્વરૂપ સુહાગમેં ભાગ,
બેડે મેં બારમતી તુઠી ગવરી પારવતી.
ગુર તુઠા ને ગણપત તુઠા, તુઠા ગવરી ને ગંગ,
સચે મને સ્વામી કે સેવનીયું.
તનીકે જુડંદા સચ્ચા મોતી ચુડો ને સોન જા સરબંધ,
ગવરી જે આરાધજો સમરો વખાણ, ટરે પાપ ને ગત ગુરૂ કે ગંગા જો સ્નાન.

================================================
*** અમીયા દેવી જો આરાધ ***
સુધ ઈશ્વર તું અશાંકે આરાધ સુણાય, આડશકિત અને અમીયાદેવી,
મુખે જાપ જપંતે એ દેવી એક કમલા, પંજે પંડવે કે ઉમરપરી.
સાંજ સવાર જની નામ જપીયાવ, જની આરાધીયા અવીનાશી,
અમીયા જે આરાધજો સમરો વખાણ, ટરે પાપ ને ગંગા જો સ્નાન.

====================================================
*** અખે જા વેદ ***
કરમ કોટ કંગણ કરીયાણું , અખો અલખ જે હાથ,
મુખે આરોગ્યો માયસરીયા માતંગ હલદો સાથ.

===================================================
*** ગ્યાન પાણી જા વેદ ***
જંગ રૂપે જીવ સધા, કણકી પાત્ર જે મેળે મળંદા,
જોત નપની નજ તણી, ગુર તુસી કનુ ગ્યાન જો પાણી,
માલણ મેળે મેં ઈ જીવ મળંદા, સે જીવ થીંદા નજ નરવાણી.

===================================================
*** ઠાઠ જા વેદ ***
વૈશાખ માસ તથ ત્રીજ, ગુરૂ ગામ તેડો કિયો,
કરમ કારૂંભે કેદાર, ત્રે કોડુ તસ ઘર તેડ્યું,
હંસજીવ અલખ ઉપાયા, ગુરૂ તુસી ડને ગત કે ઠાઠ.

Source
© Maheshwar Sandesh Vol. 1 , Pg.- 6,7,8

1 Response Comment

  • Dinesh B. JanjakFebruary 21, 2012 at 6:58 pm

    dharmachar

Leave A Comment

Please enter your name. Please enter an valid email address. Please enter message.