જુવા રમણ,મંધ પીઅણ,જીવ વેસાવાડે જાય,

મામૈ ભણે માયશ્રીયા સે જીવ લેખે નાંયઃ1

નમણાં ખમણાં બૉત ગુણા,મુંખે મઠી વાણી,

મનખેં મજા દેવ થીંધા,દેવ મામૈ ચે બઇ નંઇ કૉ દેવેંજી ખાણીઃ2

ચૉરઇ મ ચાલૉ,ઞફર મ બૉલૉ,પુઠી માસ મ ખાવ,

સૂઞ સવારથ,પરસ્ઞી પર હરૉ,ત દેવ મામૈ ચે વેલા વૈકુંઠ મેં જાવઃ3

કામ,ક્રૉધ,જીવડૉ,એંકાર સે દાજે,કુડ કપટ સે જીવ કુમાય,

કુડીયા કપટીયા સુકે પુંજા ભાઇડા,દેવ મામૈ ચે તની જૉ આદ તે એરે વેઓ અવતારઃ4

સાચ સંથૉક જીવડૉ કુંપર રસ મેલે,સુરેં જીવે કે વધાંઇયૉ સામ,

કરીયા કમાઇ તણા પાન ફર ફુલ લેઓ,દેવ મામૈ ચે લેસૉ દિધલ દાનઃ5

સચ શીલ ધરમ સભાગ,અની ચંઇ જૉ આય સત ભાવ,

અન આરાધે ભાઇડા ભવ લેસૉ,આંજી પંઢી ન ચૉટે પાપઃ6

એકા કરીં બીજા નપાઇ,જવ કરીં તવ દાજે,

નિંદા કરે તે કે નરગ નમધેવૉ,સે જીવ બાવન જારી મે બજે

વેણ વઢીં કન્યાઉ વેંચી,કુદરત કરે ભરીંતા પેટ,

સે જીવ મરી કુત્તા,કાગળા,ગણજા થઇ નપજે,

દેવ મામૈ ચે જુડૉ પેટ ભરખીંતા માસ

પ્રભાતે રવ દીવૉ,રઇયણ જૉ દિવૉ ચંદ્ર,

સુપાત કુર જૉ દીવૉ,દેવ મામૈ ચે ધરમ આય જીવ જૉ દિવૉ

લુણંગ ભણે ગુરૂ જા લખણ જુવૉ,ઠલે તડ તાં આપણ મ મુરવા,

સુકા કુ સીંચૉ,લીલા મ તૉડૉ,વણ પૈયારે રૉપૉ કેમ ખૉળૉ

પંઢ કંસૉ પંઢ ઉગરૉ,પંઢ તણી કરૉ કરીયા કમાઇ,

પંઢ કેસે જીવ ફૉગટ મે લે,સે જીવ નકરક થાય

કરજુગ મેં કરીયા કરૉ કમાઇ,હંચા મ રાખૉ હાથ,

દાન જ્ઞાન મુખાસણ લેસૉ,સતિયે કે સુફર મે સૉયલૉ વાસ

મુખ વચન જીવ સદા જી સારી,એનસ ઉથી જીવ જ મારી,

પાંચૉય ઇન્દિયું ઇ ન વારી,કરીયા જા હીણાં,કરમ વૉણાં જીવ,

દેવ મામૈ ચે દા દેખંતા હારેં

હરગુર તણૉ વંશ કેમ છેકૉ રે ભાઇયૉ,ઇ વલવે તૉ વછવાર,

હાથે પરવેસૉ દુજા કેમ જાલૉ,તાંસ મનખે તણી આય અભાગ

સતિ પુરખ સે આગે સધા,ગુરજા વચન સુણી ગઠા,

બારૉ પુરખ બાઞ વરખ,મુર ધર માતંગ જે સધા

હાથ કરંતે તે હાથ લેસૉ,પંઢી કરસે પાપ,

કાયમા કરસે ઇ જીવ લેશે,ઇ બૉલે તૉ નકણંક રાય

હાથ કરંતે હાથ ખંચે,તેની પરત નઇ પૉખત,

ભરઇ છંભા મે નર જુઠૉ બૉલૉ,સે નસટે નરગ મે પડંત

કુડા કામા અજ્ઞાની જે ધરાં લાયા,રૉ જીવ હન અણૉલ વાડે ન આયા,

પાપ છેપ તની જીવે કે લગા,જની કુડા કથન જભેયાનું વારેયાં,

મનખ સે જે જે મુખ મે મરા,ચૉખે ચલઞે કરે સાર,

ઊંચેખણ અલખદેવ કે આરાધે,દેવ મામૈ ચે સે જીવ જગમદેવ સે મલે

સચ શીલ સે જીવ તરે,હર માયા ગુર બાપ,

ચંચાદે ચાલઇ ઘર બારતી,દેવ મામૈ ચે ધરમ હણે તૉ પાપ

આછા મનછા દયા,દયા રાખે સે પાર,

સૉસ વરસ સુધી કુરી કાયા,પર હરૉ પરઘર કી નારી

ભુખ્યા કુ ભૉજન દી જે,પાર કી નિંદા કભી ન કીજે,

આપણા ગુરૂ જૉ કહ્યૉ જ કી જે ત જીવ જાઇ ઉમરાપુર મે સીજે

કેણી તેણી ભેણી,ભેણી દુજૉ ભવ નાંય ભાઇ,

સચ જી બેડલી સુમારગે ચાલે બુડે કુડેં જીવે જી કમાઇ

લુણંગ ભણે ગુરૂ જા લખણ પરીઓ,ગુર મુખ જ્ઞાન વિચારૉ,

કરકી જૉ કરમ,ગત એણી પર પ્રગટ દેખૉ,બીજૉ માયા જે મુંજાર મે મ મુંજૉ

ઞે પૉર ગત નંધ્રા ગારૉ,ચૉથે પૉ જાગી જાઓ,

માંઢવા ગઢ થીંધૉ પાગડૉ,ફટ ઉજેણી મે મંગૉ

પતૉસ પૉર ગત અંઇ જાગી જાગજા,હુંધા હર કાનળ જી બારતી મે સામટા,

સાચે મને ઈશ્વર લુધર કે આરાધેવૉ,ધરમ ન ટારૉ ઘડી ચતાં

થુડી થુડી ખેડ સુખેઞ મે કીજે,કલર મે કણસણ કેમ થાય,

આગે ધણા દાન દાનેશ્રી દના,દેવ મામૈ ચે અસધઇ મે સધૉ ન કૉય

હંસ હું તા સે આરાધે ચાલ્યા,સત પખીડે સરવાણ,

સાચે મને સુધ હીંએ,દેવ મામૈ ચે સે જીવ ચડી ચડેયા નરવાણી

જ્ઞાન જે પાણી સે,જે જીવતા પખારી,આપણી કમાઇ સે નવેડેયા,

રાજ હંસા હર કાનળ જી બારમતિ મે વઠા,સે જીવ દેવ મામૈ ચે પડઞ જી પાર ચડેયા

ધરમપાર જે જી કરીયા પાવડી,જ્ઞાન પાણી આય પાપ જૉ પખાર,

સત ભવ કમાઇનું કરીયા અદકી,જેજી વગત કંથઇ મામૈ પંઢત વછવાર

વાંચાય હાલૉ વાંચાય ચાલૉ,વાંચાય કરૉ કરીય કમાઇ,

ચંદર સુરજ ધૉય વાંચાય ચાલે,જે જૉ સત ધરમ આય સૉપાઇ

એંકારી નર ન ઓધરે,બગલા ન ધરી ધ્યાન,

વૈદ વેસાગાતી વાણીયા,તની કે ન અચે સરગનું વમાણ,

ચવ ચઞૉડૉ,ધમર હેરૉ,ચુલાગતી હૉય નાર,

વ્યાજ ખટૉ વાણીયું દેવ મામૈ ચે તનીકે સરગ હૉય કયાંય?

તૉલ ખૉટા બૉલ ખૉટા,ખૉટા ધારી માણાંને માપીઆ,

વાણપૉઞા વેસાગાતીઆ,દેવ મામૈ ચે ઇ પાપ મે પડે પાપીયા

માતા જની સતાપઇ,પતા વધૉ વેણે,

સે પરી ઉપજે જીવડૉ,દેવ મામૈ ચે દુઃખી દાયધ્રી ધરે

આળસ નિન્દ્રા ઉદિત ધર,જીવ તે જૉખૉ આય અંતગણું,

જાગી જની નાંય જૉયૉ,દેવ મામૈ ચે તની કે સેંસૉ પૉંધૉ પડઞ તણૉ

મંધર બેસી સમણે સે સુણૉ,અરપ માઞ આય ઇશ્વર જી પુજા,

પડઞ પુંજાફર,તની કે જુડધૉ,

જકી કાયમ દેવ તૉ જે કંથને ભર ધ્રના

ધરમ પથ તમે એક મન હાલૉ,ગુરજે વચને રેસૉ સૉય,

મામૈ ભણે તમે અલખ આરાધૉ,આરાધૉ ફર લેસૉ હૉય

2 Response Comments

  • bhanij l dhuvaJanuary 13, 2010 at 4:07 am

    good…

  • dr nitin vinzodaFebruary 19, 2010 at 4:50 pm

    dhamachar to samji thanks for ,preaching to maisaria ,the mamai said ,do good karma avoid bad karma.it is universal truth ,and pillars of dharma ,mamai*s scripture is unfathomable ocean of truth @from dr nitin vinzoda *jamnagar

Leave A Comment

Please enter your name. Please enter an valid email address. Please enter message.