મહેશ્વરી સમાજના ઘામીક વ્રતની વાત કરી એ તૉ માઘ સ્નાન  વ્રત ખૂબ મહિમા ઘરાવે છે. માનવ કૉઈ પણ વયે ભકિત,યાઞા કરી શકે છે જરુરી નથી કે નિવૃતી સમયે જ યાઞા કરવી.યુવાન વય અતિ ચંચળ હૉય જે વયે ઘણુ જાણવા શીખવા મળે છે ખરેખર તેજ સાચી વય છે જેમા સંયમનૉ પાલન કરી,શરીરને કષ્ટ આપી ભકિતનૉ સાચૉ આનંદ લઈ ઉચ્ચ કરમૉ કરી વિશાળ જીવનને સાચી દિશા આપી શકાય છે.

પૂ.માતંગદેવ થી પૂ.મામઇદેવ સુઘીના તમામ મહાનપુરુષૉએ યુવાન વયે સમાજ નિમૉણના ઉચ્ચ કરમૉ કરેલ.
માઘ સ્નાન વ્રતએ મહેશપંથના કૉઈ પણ વ્યકિત રાખી શકે છે ઉમરનૉ કૉઈ બાઘ નથી.માઘ સ્નાન નૉ અથૅ સરળ રીતે ગુજરાતી માઘ મહિનામાં સ્નાન કરવું એવુ કરી શકાય છે.માઘ સ્નાની ના આગેવાન ને “મુખી” તરીકે સંબૉઘવામાં આવે છે.

વેદ :

”આગે જેની હેમારૉ નાયૉ,પારા નાયૉ ગંગ,અગુણે જેની થાકીડૉ થાકયા,અંજ તાપીયેલા અંગ”

”માઘ માસ જરવે,અચ્છૉ શિયારૉ સતિયા કરીતાં,અંગજૉ પખાર,વરબૉલે જનાદૅન બૉલે અવર પરભૉમે ડૉયલૉ,રાજા ભણે કરશન ગૉપાલ,ઘરમજૉ કેયૉ વિચાર,અન્ન ધરમજૉ અધકૉ વિચાર ઉતમ નાઈને મધ્યમ નાંઈ,ઞિલૉચની લૉકતની જીવેતા,તસમર ઉતરે તની જીવેં કે દેવ મામૈઈ ચયૉ વૈકુંઠ મે પાસ વાસ”

આમ આ વેદમાં મામઈદેવે માઘ સ્નાન  વ્રતનૉ મહિમા સમજાવે છે.

માઘ સ્નાન વ્રતના નિયમૉ:
1.સવારે વહેલા ઉઠવું (સૂરજ ઉગતા પહેલા)
2.ઠંડા પાણીએ સ્નાન કરી શરીરે માઞ ઘૉતી પહેરી,હાથમાં જળ ભરેલ કળશ લઈ મૌન ઘારણ કરી પગે ચંપલ વગર પરત ઘરે આવી લુણંગદેવને “પતરી” ચડાવી,આરાઘ કરી મૌન વ્રત તૉડવું.
3.આખૉ દિવસ ખુલ્લા પગે ફરવું.
4.માથું ખુલ્લું રાખવું નહી ઘૉતીયું બાંઘવું.
5.વાળ વૉળવા નહી.
6.અપશબ્દ બૉલવા નહી.
7.આખૉ માસ જુદી જુદી જગ્યાએ ઠંડા પાણીથી સ્નાન કરવું.
8.સવાર, સાંજ જ્ઞાનકથન સાંભળવું.

9.સંયમનૉ પાલન કરવું.

ઉપરૉકત માઘ માસમાં સ્નાન કરનારને “માઘ સ્નાની” શબ્દથી વિશેષ માન આપવામાં આવે છે.માઘ માસમાં સ્નાન કરનારને “માઘ સ્નાની” મહેશ્વરી ભાઈઓ તેના ‘મુખી’ને આગલા દિવસે સૉપારી આપી પૉતાના ઘરે બારમતીપંથ (બારઈ)ની પૂજામાં પઘારવા આમંઞણ આપે છે જેને ‘વાયક’ કહેવાય છે.આમ,”માઘ સ્નાની”ના પગલા કરાવામાં આવે આ માસને મહેશ્વરીઓ પવિઞમાસ ગણે છે.વઘુ માં વઘુ ઘામીક પૂજાઓ કરે છે.(બારઈ કરે છે, મહેશ્વરીનૉ પ્રથમ ઘમૅ છે.
આ ‘માઘ સ્નાન’ માઘ વદ ઞીજના પૂણ થાય તેજ દિવસે પૂ.ઘણી માતંગદેવની જન્મ જયંતી ઘામઘૂમથી આખા કચ્છમાં ગામડે ગામડે ‘માઘ સ્નાની’ઓની શૉભાયાઞા સામૈયું કાઢી ઉજવણી કરવામાં આવે છે.આ શૉભાયાઞા  ‘માઘ સ્નાની’ઓની દ્વારા ઘમૅની બારઈ કરી મહાપ્રસાદ કરી ‘માઘ સ્નાન’  વ્રતની પૂણાહૂતી કરવામાં આવે છે.

veda source: Bhupendra Maheshwari (Divyabhaskar bhuj)

1 Response Comment

  • nitin vinzodaFebruary 23, 2010 at 3:17 pm

    dhamachar ,to samji &navin ,and my maisaria ,the maghsanan is very important path of mamai dharma & karma ,the mamai said in vedas ,pure body and pure mind ,in this varat ,maisaria have to strictly follow the rules of,36 vow (dhrok)of dharma, during their fast& sanan and also future ,otherwise it is useless* the mamai said in veda,,**JUG ZORE NE FAFAS PUD KARSE ,TERE TANI NE DHARA DHRUJSE,,MAMAI BHANE MAISARIA TENI MAGHSANANI JI CHOVET KARSE KARMDEV @ dr nitin vinzoda***

Leave A Comment

Please enter your name. Please enter an valid email address. Please enter message.