આજના કમ્પુટરના યુગમાં જીવન ગાડી બહુજ રફતારથી દોડે છે. દરેક માણસ ભૌતિક સુખ સુવિધા મળવા ખાતર અથાક પ્રયાસ કરતો જણાય છે. આજે આર્થિક સંપન્ન વ્યક્તીનીજ બોલબાલા છે. એવામાં ધાર્મિક પુષ્ટ્ભુમીને કેન્દ્ર માં રાખી સામાજિક વિકાસની વાત કરવી કદાચ અતિશયોક્તિ ગણાય. આજના બદલાયેલા સમયમાં સામાન્ય માણસ માટે ધર્મ માત્ર પૂજા અર્ચનાનું એક માધ્યમ બની ગયું છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો જણાશે કે જે તે ધર્મની બુનિયાદ કચડાયેલા વર્ગ સમૂહના આર્થિક, સામાજિક, રાજનૈતિક તેમજ સર્વાંગી વિકાસના પાયા પર રચાણી હતી. પરંતુ, આજની પરિસ્થિતિ એનાથી તદ્દન વિપરીત થઇ ગઈ છે.

વિશ્વના દરેક સ્વતંત્ર ધર્મમાં આવકનું ૧૦મુ ભાગ આપવાની પ્રથા છે. પ્રાચીન બેબીલોન, મિશ્ર, સીરિયા, અને ગ્રીસ માં ‘ટાઈથ’ અથવા ‘દસમું ભાગ’ આપવું એક પ્રબળ પ્રથા હતી. ક્લેમેન્ટ, જસ્ટિયન માર્ટીયર, સાઈપ્રિયન જેરોમ, હેરોડોટસ, ઝેનોફોન, જેવા વિદ્વાનોએ ઇસવી સન ની પહેલી સદીમાં પોતાના લખાણોમાં પ્રમાણિત કર્યું છે કે ‘ટાઈથ’ અથવા ‘દસમું ભાગ’ આપવાની પ્રથા ‘એપોસટોલીક’ કાળ થી અસ્તિત્વ માં છે (‘એપોસટોલીક’ કાળ એટલે કે જે સમય ભગવાન યીસુ ક્રીસ્ટે પોતાના પ્રથમ ૧૨ (બાર) અનુયાયીયોને ધર્મ પ્રચાર માટે મોકલ્યા એ સમય). ઇટલી સામ્રાજ્યના ઉતરાર્ધના સમયમાં, ત્યાંના ધાર્મિક મુખિયાને ‘ટાઈથ’ (tithe) આપવાની પ્રથા હતી. યહુદીયો અને ક્રીશચનોમાં ‘ટાઈથ’ એક પ્રચલીત પ્રથા હતી.

એવીજ રીતે દુનિયાના બધાજ સ્વતંત્ર ધર્મોમાં ટાઈથ નું સુચારુ પ્રચલન છે. આવકના દસમાં ભાગની પ્રથા જેને ઈસાઈ ધર્મ ‘ટાઈથ’ કહે છે, હિંદુ ધર્મમાં એને ‘દસસ’ અથવા ‘દશમશા’ કહેવામાં આવે છે. બુદ્ધ ધર્મમાં એને ‘દશન’, સીખ્ખ ધર્મમાં ‘દસવન્દ’, ઇસ્લામ ધર્મમાં ‘ઉશર’ કહેવામાં આવે છે. સરવાળે આ ‘ટાઈથ’ અથવા ‘ દસમાં ભાગ’ ની જોગવાઈ નું મુખ્ય હેતુ ચરિત્ર નિર્માણ હતું, જેનું ઉદ્દેશ્ય સર્વોપરી ઈશ્વરને પોતાનાથી પેહલે મુકવાનું હતું.

નીઝારી ઈસમાઈલી ખોજા ધર્મમાં પણ આવકના ૧૦મું ભાગ આપવાની પ્રથા અમલમાં છે. તેઓ આ ધાર્મિક જોગવાઈને દસોંદ ના નામે સંબોધે છે. ઇસમાઇલી ધર્મના વડા ‘પ્રિન્સ આગાખાન’ પાસે દસોંધનું ભંડોળ રહે છે. તેયો પોતાને થતી આ દસોંધના ભંડોળ માંથી પોતાના જ્ઞાતિ બાંધવોને જરૂરત પ્રમાણે ધંદા રોજગાર, શિક્ષણ અને પૂર્ણ વિકાસ થવા પુરતી મદદ કરે છે. તેથીજ ઇસમાઇલી ભાઈયો દરેક શેત્રમાં સ્વનિર્ભર છે. તેમણે પોતાની સમાજ માટે પુરતું ઇન્ફ્રાસ્ટ્રકચર (માળખાકીય સુવિધાઓ) ઉભી કરી છે. એવીજ રીતે સ્વામીનારાયણ સંપ્રદાય પણ આવકના દસમાં ભાગની જોગવાઈ (ટાઈથ) થકીજ પોતાનું આગવું અસ્તિત્વ ધરાવે છે. તેયોના અક્ષરધામ મંદિરોના નિર્માણમાં કરોડો રૂપિયા ખર્ચાય છે, જે તેયો સમાજ બાંધવો પાસેથીજ મેળવે છે અને સમાજ કલ્યાણના દરેક કાર્ય સરળતાથી કરે છે. ઈસાઈ ધર્મ, સીખ્ખ ધર્મ પણ આવકના દસમાં ભાગની પ્રબળ જોગવાઈ થકીજ સ્વ:નિર્ભર છે. આથી સાબિત થાય છે કે દુનિયાના બધાજ સ્વતંત્ર ધર્મોમાં ‘ટાઈથ’ અથવા આવકનું દસમું ભાગ આપવાની એક મૌલિક અને તાર્કિક જોગવાઈ છે. આવકના આ ૧૦માં ભાગ થકી જે તે ધાર્મિક વડા પાસે ધન સંચય થાય છે, જેથી તેયો મોટા પાયે સામાજિક અને ધાર્મિક ગતીવીધીયોને સરળતાથી પાર પાડી શકે છે.

પૂજ્ય શ્રી મામૈદેવ ‘ગીનાન’ વાણીમાં આવકના ૧૦માં ભાગ આપવાની જોગવાઈને ખાસ્સું સમર્થન આપે છે. આ યોજનાને તેયો ‘દસોંદ’ કહે છે. પૂજ્ય શ્રી મામૈદેવનું આ વેદ એની સાબિતી પૂરી પડે છે:-

ધરમ તણી દસોંદ ન કઢી, આરોગી અસુરી અન્ન,
અધર્મ મેં રે ઉતામણા, મામૈ ભણે માઈસરિયા, સે જીવ ગરી ગરક થીયંત

આ વેદથી સ્પષ્ટ થાય છે કે શ્રી મામૈદેવ ત્રણ ચીજોની ચુસ્ત અમલબજાવણીની હિમાયત કરતા કહે છે કે જે લોકો ધર્મ પેટે દસોંધ એટલે કે આવકનું ૧૦મું ભાગ નથી રાખતા તથા જે લોકો આસુરી અન્ન ખાય છે અને અધર્મ કરવા આતુર રહે છે, તેઓ ગરી ને ગરક થાય છે મતલબ કે તેઓનું જીવન સાર્થક નથી બલકે મૃતપાય છે.

આવી પ્રબળ જોગવાઈ હોવા છતાં, બારમતી પંથમાં ‘દસોંધ’ નું ચલણ નહીવત છે. પૂર્વ કાળમાં મહેશ્વરી સમાજ અતિ પછાત હતી, એટલે કહી શકીએ કે ‘દસોંધ’ નું ચલણ અંશમાત્ર હતું. પરંતુ આજે મહેશ્વરી સમાજે ધારી પ્રગતિ કરી છે. લાખોપતિઓની સાથે સાથે કરોડપતિઓ પણ આજે આ સમાજમાં છે. મધ્યમ વર્ગની વાત કરીએ તો મધ્યમ વર્ગની જનસંખ્યા પણ ખાસ્સા પ્રમાણમાં છે. આવામાં જો ‘દસોંધ’ (આવકનું દસમું ભાગ) પ્રચલિત કરાય તો મહેશ્વરી સમાજ પણ સ્વનિર્ભર થઇ શકે છે. જેમાં લેશમાત્ર પણ શંકા નથી.

ઉપર બતાવેલ ઐતિહાસિક તથ્યો પરથી સાબિત થાય છે કે ટાઈથ અથવા આવકના દસમાં ભાગ આપવાની પ્રથાથી સામાજિક ઉત્થાન સંભવ છે. આજ લક્ષ્યને કેન્દ્રમાં રાખી અખિલ ભારતીય મહેશ્વરી યુવા મહાસંઘ (All India Maheshwari Youth Federation) ની સ્થાપના થઇ છે, જે આવનારા સમયમાં રાષ્ટ્રીય દસોંધ ટ્રસ્ટ સ્થાપીને બારમતી પંથ ધર્મમાં દસોંધનું અમલીકરણ કરાવવા લોક જાગૃતિ અભિયાન આદરશે. ટ્રસટીયો તરીકે બધાજ ગામના પ્રમુખો અને સમાજના અગ્રણીયો રહેશે, જેયો દર બે વર્ષે બદલાશે. પૂજ્ય શ્રી મામૈદેવે ફકરાના વેદોમાં સ્પષ્ટ કહયું છે કે:-

વડે વેર વધધા, નેન્ઢે થીંદા દોરી સંચાર,

શેઠ બદ્ધધા ભેઠ, કજા લસધી કુદીયેંજી,

ધર્મી વેટે હલી ન સગધો, જભરાયલજો જોર,

મામૈ ભણે માઈસરિયા, ધર્મી મુરુ મેળે મળધા”

પૂજ્ય શ્રી મામૈદેવની આગમવાણી ક્યારે ખોટી પડી નથી. ઈતર સમાજના વિધવાન લોકો પણ શ્રી મામૈદેવની આગમવાણીને સચોટ અનુસરે છે. આથી ઉપરના વેદમાં સ્પષ્ટ સંકેત છે કે સામાજિક નેતૃત્વ યુવાનોના હાથોમાં આવશે (નેન્ઢે થીંદા દોરી સંચાર) કારણકે મોટા લોકોમાં આપસી વૈમનસ્ય વધતું જાય છે. આવામાં જો અખિલ ભારતીય મહેશ્વરી યુવા મહાસંઘને રાષ્ટ્રીય દસોંધ ટ્રસ્ટ સ્થાપવામાં જીત મળશે તો એ ખરેખર મહેશ્વરી સમાજની જીત હશે. આવો આપણે બધા આ મહાન કાર્યમાં જોડાઈને અખિલ ભારતીય મહેશ્વરી યુવા મહાસંઘને એક શશક્ત સંગઠન બનાવીએ, જેથી રાષ્ટ્રીય દસોંધ ટ્રસ્ટની સ્થાપના ટૂંક સમયમાં થઇ શકે અને મહેશ્વરી સમાજ પણ બારમતી પંથ થકી સ્વનિર્ભર થઇ પોતાનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરી શકે.

આ મહાસંઘમાં જોડાવવા નીચે આપેલ નંબરો ઉપર સંપર્ક કરો:-

Name

Telephone

Taluka/

District

Shri Mavjibhai Maheshwari

Shri Manjibhai Visariya, Sinugra

Shri Dinesh Sundha, Khambra

Shri G.L. Maheshwari, Anjar

Shri Visanji Singrakhiya, Nagalpur

9825725596

9925442873

9726098357

9427235913

9638940204

ANJAR

ANJAR

ANJAR

ANJAR

ANJAR

Shri Mangalbhai Khankhla, Bhuj

Shri Khim Dhua, Gida

Shri Ashish Bharya, Bhuj

9978918755

9374280804

9898357004

BHUJ

BHUJ

BHUJ

Shri Kishor Dhuva, Ganesh Nagar

Shri Mukesh Kannar, Ganesh Nagar

Shri Pappu Dheda, Ganesh Nagar

Shri Nangshi Noria, Kidana

Shri Jayesh Bhoiya, Kidana

9377150570

9714991917

9909721568

9426990993

9925350240

GANDHIDHAM

GANDHIDHAM

GANDHIDHAM

GANDHIDHAM

GANDHIDHAM

Shri Mahesh Pataria, Varma Nagar

Shri Ravi Dheda, Varma Nagar

9909929120

9879600342

LAKHPAT

LAKHPAT

Shri Amrut Vada, Mandvi

Shri Ravi Dheda, Mandvi

9978916654

9879600342

MANDVI

MANDVI

Shri Raju Devriya, Mumbai

Shri Babu Bhoiya, Mumbai

9867818917

9821302902

MUMBAI

MUMBAI

Shri Valjibhai Fofal, Mundra

Shri Jivan Vinjoda, Siracha

Shri Dharmendra Dheda, Mundra

Shri Mangalbhai Khankhla, Mundra

9426972854

9898382532

9427407304

9978918755

MUNDRA

MUNDRA

MUNDRA

MUNDRA

Shri Ashok Thontya, Manjal

Shri Shantilal Fulia, Anandpar

9974449782

9979915930

NAKHTRANA

NAKHTRANA

Shri Nitin Jepar, Naliya

Shri Govind Jat, Naliya

9428781987

9979326758

NALIYA

NALIYA

Shri Manjibhai Chande, Rajkot

9427761100

RAJKOT

પૂજ્ય શ્રી મામૈદેવગીનાનવાણીમાંદસોંદથકી સર્વાંગી વિકાસ ની સચોટ બાંહેધરી.

10 Response Comments

 • dr nitin vinzodaMarch 5, 2011 at 6:41 am

  Dhammachar Navin, Nice Informative post on dashondh;

 • Arvind GogiaMarch 9, 2011 at 6:24 am

  jai Dhanimatang dev,

  Navinbhai Dharmachar,

  Tamari vaat saaachi che aapna samaj ma ekta, bhaichaara ane samaj mate kaai karvani bhavna hovi khub jaruri che. Ena mate samajik pravuti, potana samaj vishe janvanu, aa vaat ne jo dhyan rakhi na appni samaj chale to kya ne kya pahochi jase barabar ne.

  jai Dhanimatang dev

 • Rajesh M. BagraApril 24, 2011 at 12:00 pm

  Humari Kutchi Maheshwary Panchyat per HUKMARANI kis ki hai? Kisi Nazeriyea ki ya kisi Ferd ki? Ager Nezeriyea ki hai to wo nazeriyea konsa hai, aur ager Ferd ki hai to wo Ferd kon hai Keisa hai?.
  Is baat ka andaza humen khud he lagana hai.
  Zinda Quamein FASAD FE – UL – Ariz ka baais nahen balkay apney samaj aur dharti ko sanwarney k fareeza ser anjaam dayti hain. Zindgi main khoobsurti k rung bharti hain k yea he Jannat b hai aur Jehanum b, mager hum badi mehnat wo mushaqat, koshish , buray aamaal aur buray rawaiyoon say apnay samaj ko Dozakh main tabdeel ker rahy hain, Tabdeeli ka janam Ehsaas say, Kamiyabi ka hasool Yaqeen-e-Mehqum ay aur Ilm (Geyan) ka maqsad Amal say hota hai, Jabkay humary Ehsasaat, yaqeen, aur Aamaal ki behtreen tasveer kushi humary guzashta wakiyaat say hoti hai jo aik tasalsul k saath yaksaneyat ka shikar hai.

  Shree MAMAI Pandit ka Qaul hai,
  Roum Kaintha main Veed verthiyoo,
  Poojiyoo Veed k ei aihay duswoon Avatar,

  Yani Sir ATHERMAN VEED ki pooja kernay ko kaha hai mager hum keya ker rayh hain.

 • Kishor MatangApril 24, 2011 at 1:10 pm

  DHARMACHAR TO ALL..

  AKHATRIJ JO VAISHAKH MAHINE KE VUD TRIJ(3) KO HOTI, SHASHTR ME LIKHA HAI KI US DIN HUMARE ISHT DEV SHRI DHANIMATANG KI MRITYU(DEATH) HUI HAI, WO DIN HUMARE LIYE BAHOT HI DUKH KA DIN HAI.

  ITIHAS DEKHA JAYE TO PATA CHALTA HAI KI US DIN PURA MAHESHWARI SAMAJ PANKHI(VRUT) RAKHTA HAI…

  PAKISTAN ME DADA KI KHADIYA YATRA HOTI HAI….

  MUJE YAHAN PAR EK BAAT KEHNI HAI KI, ITNA BADA DUKH KA DIN HUMARE LIYE FIR BHI HUM PICHHLE KAHI SALO SE DEKH RAHE HAI KI SAMAJ ME AKHATRIJ KO SHADIYA HOTI HAI….KYA YE LOGO KO IS BAAT KA DUKH NAHI HAI KI AKHATRIJ KO PUJYA SRI MATANG DEV KI DEATH HUI THI…..

  1. KYA IS DIN SHADIYA KARNA LAZMI HAI ????
  2. JO LOG SHADIYA KARTE HAI UNHE MATANGDEV SE KOI MATLAB NAHI. ???
  3. JO MATANG DHARMGURU CHORI KARTA HAI, KYA USE BHI SHARAM NAHI AATI HAI..
  4. KYA HUME ISKE LIYE AAWAZ UTHANI CHAHIYE…
  5. YA FIR BABLOO BANKAR GHAR PAKAD KE BETHNA CHAHIYE…AUR BOLNA CHAHIYE JISKO JO KARNA HAI WO KARO, HUME KOI MATLAB NAHI HAI….HUMARA KYA HAI….

  REGARDS

  KISHOR MATANG


  Kishor Matang
  Incharge cum manager
  Skylink
  Gandhidham
  mo. : 9099788877

 • Doru NamoriApril 25, 2011 at 12:10 pm

  Kishor bhai dharmachar. i want to talk with you…

 • HIMMATJuly 3, 2011 at 11:33 am

  JAY BHIM, HELLO SIR MAHESHPANTHI WEBSITE MA APNA KUTCH MA AVELA BUDHIST MATHO NO ULEKHA KEM NATHI KAREL. DHANI MATANG POTE BHUDHIST HATA. BHADHI VAT AHI NAHI THAY . TAMNE MALU PADSE. MANE TAMARI WEB SITE MA DHANI MATANG NI HISTROY JOIYE CHE. JO KE TAMARI PASE NATHI .

 • HIMMATJuly 3, 2011 at 11:41 am

  HAMARE LOGO KO SUDHAR NE KAM DRAM GURU KA HAI. AGER DRAM GURU BIGDEL HO TO UNKO SUDHAR NE KAM HAMARA HAI.

 • Mukesh JodJuly 9, 2011 at 1:32 pm

  Dhamachar to All Maheshwari

 • Required: NameJuly 11, 2011 at 8:16 pm

  Dear Sir,

  Such a nice articel, expecting the meaning of Baarmati-panth in-depth. Our young generation do not know what’s the meaning they jus sitted with akha in their hands, but they do not know why we do this? So hope…..

 • Karan V. YadavMarch 14, 2012 at 10:21 am

  સાવ સાચી વાત છે ભાઇ અને દશોંધ તરફ આપણે આગળ વધ્યા અને તેમા જાગૃતતા આવી તો ખરેખર આપણો સમાજ હજી આગળ વધશે…

  ધર્માચાર ભાઇઓ,
  કરન યાદવ – જામનગર
  karanvyadav@gmail.com

Leave A Comment

Please enter your name. Please enter an valid email address. Please enter message.