સ્વાભિમાન અને જાતીગર્વના પર્યાય એવા સ્વ. શ્રી વિરજીભાઈ દાફડા મહેશ્વરી મેઘવાળ સમાજના સમાજરત્ન, ધર્મપ્રેમી, સમાજસેવી અને એક સક્ષમ નેતા હતા – ૮૮મી જન્મતિથી નિમિતે દિવ્યઆત્માને સત સત નમન (૮મી ઓગસ્ટ ૧૯૨૬)

લેખક: રમેશ મોહનભાઈ આયડી

મુન્દ્રા – કચ્છ

મો.૯૬૮૭૬૨૪૭૮૮

બડિયા બહોત બડિયા દાફ્ડાજી” આ શબ્દો આપણા દેશના આદર્શ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપાયીએ એક દલિત નેતા માટે કહ્યાં હતા. તેમજ યુ.કે., નેધરલેંડ, ઓસ્ટ્રેલીયા વગેરે દેશોના ડેલીગેટ્સોએ જેમનાથી પ્રભાવિત થઇ ઉભા થઇ ગયા હતા અને એમની પીઠ થાબડી હતી. એ નેતા એટલે સ્વ.શ્રી વિરજીભાઈ ભીમજીભાઈ દાફડા (માજી ધારાસભ્યશ્રી) અને પ્રસંગ હતો દક્ષિણ આફ્રિકાના ઝામ્બીયાના મુખ્ય મથક લ્યુસાકામાં તારીક ૦૨ ઓક્ટોબર ૧૯૮૦ના રોજ યોજાયેલી ૨૬મી પાર્લામેન્ટ્રી કોમન વેલ્થ કોન્ફરન્સનો.

Ex-MLA, Shri. Vanjara Virjeebhai Dafdaભારતમાંથી કુલ ૨૭ ડેલીગેટ્સોમા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, સ્પીકર, સાંસદો જેમાંથી એક માત્ર ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના એકમાત્ર પ્રતિનિધિ તરીકે આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. જેમાં તેઓએ “In Democratic Countries Single Party or Multi Parties – Merit/Demerit thereof” વિષય પોતાની આગવી શૈલીમાં સ્પીચ આપી હતી. વિવિધ દેશોના ડેલીગેટસો અને તેઓના પરિવાર મળીને લગભગ સાડા સાત હજારની દર્શકોની હાજરીમાં આપેલી આ સ્પીચથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેના બીજા દિવસે ત્યાંના સ્થાનિકે પ્રકાશિત થતા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના કદના ‘ડેલી મેલ’ સમાચારપત્રમાં પ્રથમ પાને સમાચારો પ્રકાશિત થયા હતા તેમજ અન્ય અગ્રગણ્ય દૈનિક સમાચારપત્રોમાં તેઓની આ સ્પીચની ભરપુર પ્રશંસા કરવામાં આવી હતી.

કચ્છ જીલ્લાના મુંદ્રા તાલુકાના ગુંદાલા ગામના વતની અને કરાંચીમાં સ્થાયી એવા ભક્તકવિ અને આધ્યાત્મિક વિચારસરણી ધરાવતા સુફી સંત ગુણીપત પિતા શ્રી ભીમજીભાઈ દાફડા અને ધર્મ પારાયણ માતા જીવાબાઈને ત્યાં કરાંચી મધ્યે તારીખ ૮મી ઓગસ્ટ ૧૯૨૬ના જન્મેલા સ્વાભિમાન અને જાતીગર્વના પર્યાય એવા સ્વ.શ્રી વિરજીભાઈ દાફડા મહેશ્વરી મેઘવાળ સમાજના સમાજરત્ન, ધર્મપ્રેમી, સમાજસેવી અને એક સક્ષમ નેતા હતા. ૧૯૪૭, ભારતના ભાગલા પછી પરિવાર સાથે કચ્છ આવી પહોચ્યાં. ત્યારબાદ ક્રમશ ભુજ (કચ્છ), અમદાવાદ તેમજ મુંબઈમાં પોતાની પ્રતિભા અને કૌશલ્યને લીધે મહત્વની જગ્યાએ પ્રતિષ્ઠાવાળી નોકરી કરી તેમજ ઉપરોક્ત જિલ્લાઓમાં વિવિધ રજીસ્ટરડ સહકારી મંડળીઓના પ્રમુખ તરીકે વર્ષો સુધી સક્રિય કામગીરી બજાવી.

૧૯૬૦ માં કચ્છ જીલ્લા લોકલ બોર્ડના જનરલ સેક્રેટરી પદે રહી કચ્છના સર્વાંગી વિકાસના કાર્યો માટે પ્રથમ પ્રમુખ શ્રી કાંતિ પ્રસાદ અંતાણીએ જાહેરમાં એમને સન્માનિત કર્યા હતા. ૧૯૬૬માં કચ્છને ગુજરાત વિધાનસભામાં અનુસુચિત જાતી મુન્દ્રા માટે મંજુર થયેલી સીટ પરથી પ્રથમ વાર તેઓ સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે પ્રથમવાર ચૂંટણી લડ્યા અને તે વખતની મજબૂત પાર્ટીને હરાવી ૧૯૬૭માં ધારાસભ્ય બન્યા. વિધાનસભામાં તેઓની પ્રભાવિત કામગીરીથી સ્વતંત્ર પક્ષની કચ્છ જીલ્લા કારોબારી, પ્રદેશ કારોબારી અને સેન્ટ્રલ પાર્લામેન્ટ્રી બોર્ડમાં સભ્ય તરીકે, ગુજરાત પ્રદેશ સ્વતંત્ર પક્ષના ઉપપ્રમુખ જેવા પદો શોભાવ્યા હતા. ૧૯૮૦માં કોંગ્રેસ વતી મુન્દ્રાની સીટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા. સુંદર અને સુવર્ણ અક્ષરો ધરાવતા અને તે વખતમાં છટાદાર અંગ્રેજી બોલતા શ્રી વિરજીભાઈ દાફડા, ઇન્ટર બી.એ., એમ.એ. (પાર્ટ-1), એલ.એલ. બી. (પાર્ટ-1) સુધી ભણ્યા અને ચૂંટણીમાં આવ્યા પછી આગળનો ભણતર મુકવું પડ્યું.

Picture1ss

26th Parlamentary Conferrence

તેઓના ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન પોતાના કાર્યક્ષેત્ર પૂરતા સીમિત ન રેહતા કચ્છના પ્રાણપ્રશ્નો જેવા કે નર્મદાનું પાણી, વીજળી, વિકાસ બોર્ડ, અલગ કચ્છ રાજ્ય, બ્રોડગેજ લાઈનને ભુજ સુધી લંબાણ, યુનીવર્સીટી, ગાંધીધામને તાલુકાનો દર્જો  અપાવવો, નબળા પછાત અને ભૂમિહીન પરિવારોને સાંથણીની જમીનો વગેરે જેવા જટિલ પ્રશ્નોને લઇ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને ઉજાગર રાખતા, ગુજરાત સરકારની મહત્વની અંદાઝ સમિતિના ચેરમેન, અનુસુચિત જાતિ, પછાત જાતિના વિકાસ સમિતિ તેમજ અનેક અગત્યની સમિતિઓમાં સફળતાપૂર્વક કામગીરી કરી. દલિતોના ઉત્કર્ષ માટે અને તેમના પર થતા અન્યાય વિરુધ નીડરતાથી લડતા અને દલિતોને અન્યાય સામે લડવાનો અને કાયદાકીય બાબતોનું જ્ઞાન આપતા. કર્મભૂમિ ગાંધીધામમાં, ગાંધીધામ ડેવેલોપમેન્ટ ઓથોરીટીના ચેરમેનપદે રહી ઉદ્યોગોના ટ્રાન્સપોર્ટ, શીપીંગ, ઓદ્યોગિક એકમો તેમજ વ્યાપારિક સંસ્થાઓના વિકાસ તેમજ અનેક સંસ્થાઓ અને મંડળીઓમાં રહી વિકાસના કાર્યો માટે હમેશા પ્રયત્નશીલ રહ્યા. આમ પોતાના જીવન દરમિયાન કચ્છના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા.

સામાજિક અને રાજકીય ક્ષેત્ર ઉપરાંત ધાર્મિક બાબતોમાં તેઓ હંમેશા અગ્રેસર હતા. બારમતીપંથ આધારિત મહેશપંથ ધર્મના ઉત્પત્તિસ્થાન ભાવનગર જીલ્લાના પાલીતાણા શહેરમાં આવેલા શ્રી કારુંભાધામ માટે જમીનની માંગણીથી કરીને તેના વિકાસ માટે પહેલ કરીને મહેશ્વરી મેઘવાળ સમાજને અમુલ્ય  ભેટ આપી. આ ઉપરાંત શ્રી ભુજ તાલુકાના લાખોંદ ગામની મહેશ્વરી સમાજના મુખ્ય યાત્રાધામ ચંદ્રુવાધામ તથા ત્રઈજાર ધામ તેમજ અન્ય ધામોના વિકાસ વગેરે કાર્યોમાં તેઓ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ દ્વારા લિખિત શ્રી મામૈસ્મરણ નામક પુસ્તક પરથી તેઓના ધર્મપ્રેમ અને આદ્યાત્મિક જ્ઞાન અંગે જાણી શકાય છે. જીવનની ઉતરાવસ્થામાં ૧૯૯૨-૯૩માં પૂજ્યશ્રી ધણીમાતંગદેવ કથિત મહેશપંથ ધર્મના નવ વ્રતોમાંના અગ્રીમ છમાસી વ્રતની કઠીન તપસ્યા કરી હતી. આ વ્રતની પૂર્ણાહુતીમાં વણજ યજ્ઞમાં કચ્છ રાજવી પરિવારના પ્રાગમલજી ત્રીજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વણજ બાદ તેઓના નામની આગળ “વણજારા” જેવી સન્માનજનક ઉપમા લગાવવામાં આવે છે.

બાળપણમાં એક આજ્ઞાકારી પુત્ર, મક્કમ મનોબળવાળા અને મહત્વાકાંક્ષી વિદ્યાર્થી, યુવાવસ્થામાં કુટુંબના એક જવાબદાર સદસ્ય અને એક લડાયક અને જીવનમાં કંઇક વિશેષ કરવા થનગનતા યુવા, પ્રોઢ વયે એક નીડર, અડીખમ અને મજબુત નેતા અને ઉતરાવસ્થામાં આધ્યાત્મિકતા અને ધર્મની સેવા કરનાર ગુણીજન, આમ જીવનના દરેક ક્ષેત્રમાં પોતાને શ્રેષ્ઠ સાબિત કર્યા છે. પરિવારની આર્થિક અને પ્રતિકુળ પરીસ્થિતિમાં તેઓ મક્કમ મનથી ભણ્યા, કુટુંબને મદદરૂપ થવા નાની વયે મજુરી કરી, જ્યાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળ્યો ત્યાં ચુક્યા નહિ, પોતાની લાયકાત અનુસાર યોગ્ય કામ મેળવવા લડત કરી અને તેમાં પરીસ્થિતિને પોતાના કાબુમાં કરી. એક નેતા તરીકે સ્વાભિમાની અને સમાજ તથા ધર્મ પ્રત્યે વિશેષ લાગણી ધરાવતા તેમજ લડાયક સ્વભાવ ધરાવતા સ્વ. શ્રી વિરજીભાઈના શબ્દકોશમાં હાર નામનો શબ્દ જ ન હતો. પ્રેરણાત્મક જીવન જીવી આજે દલિતોના દિલમાં જેનો સ્થાન અને મુખમાં જેનો નામ છે એવા વણજારા સ્વ. શ્રી વિરજીભાઈ દાફડાની ૮૮મી જન્મતિથી નિમિતે દિવ્યઆત્માને સત સત નમન.

Samaiyu_Vanaj Yagna

Shree Karumbha Dham

Shree Karumbha Dham

Shree Karumbha Dham

Shree Karumbha Dham

Shree Vanjara Virjeebhai Dafda

Shree Vanjara Virjeebhai Dafda

Vanaj Yagna_Shree Pragmalji-III delivering speech

Vanaj Yagna_Shree Pragmalji-III delivering speech

Vanaj Yagna-II

Vanaj Yagna-III

5 Response Comments

 • kanayalal devji vinjodaAugust 8, 2014 at 5:25 am

  Ramesh Mohan Aydi akhe muja shat shat parnaam Maheshwari samaj ja bhishma pitama ane jordar samaj sudharakh anikhe muja 88yr ni janam jyanti sat sat naman m 9909720398

 • Bala DanichaAugust 8, 2014 at 6:32 am

  Shat shat naman virjibhi dafada saheb key.

 • Sagar MaheshwariAugust 8, 2014 at 10:07 am

  its nice to see the post here u posted.We should do work on the field of networking to encourage as well to aware our cast . So keep it up….

 • kishorAugust 12, 2014 at 4:58 am

  Well done rameshbhai

 • Navin K. BhoiyaAugust 20, 2014 at 6:06 am

  Well done brother Ramesh Aydi for writing a very informative concise biography of Legendary SHREE VIRJIBHAI DAFDA. Tribute to our Great Leader !!!

Leave A Comment

Please enter your name. Please enter an valid email address. Please enter message.