મણીયારૉગઢ

મામૈઈદેવ મહેશપંથના ઘર્મ પ્રચાર માટે ફરતાં ફરતાં કચ્છના અબડાસા તાલુકામાં પ્રવેશ કરે છે.વાલાવારી વાંઢ પાસે આવેલ રામવાડાના રામકુંડમાં સ્નાન કરી,મણીયારાગઢ ગામમાં આવે છે.ત્યાંના મહેશ્વરી મામૈઈદેવનૉ ભવ્ય સ્વાગત સાથે ગામમાં તેડી જાય છે.તે સમયે મણીયારાગઢ માં દેદાજી નામનાં ગિરાસદાર રાજ કરતાં હતા.દેદાજીને મામૈઈદેવના આગમનની જાણ થતાં પૉતે મામૈઈદેવની પાસે આવી મહેલમાં પઘારવાનું આમંઞણ આપે છે.દેદાજીને મામૈઈદેવના પરચાથી વાકેફ હતા.મામૈઈદેવ તેમના આમંઞણને માન આપી મહેલમાંજાય છે,દેદાજી પણ ખૂબ સારી મહેમાનગતી કરે છે.આ વાતની જાણ મણીયારાગઢના બાબરાવંશના હજામને થાય છે જે પૉતે સ્વભાવે ખૂબ અદેખૉ હતૉ.તે એક દિવસ દેદાજીની હજામત કરવા જાય છે,ત્યારે દેદાજીને કહેવા લાગ્યૉ :..’બાપુ’ એક વાત કરું? ‘બૉલ શી વાત છે?
બાપુ તમે મહેશ્વરીના ઘર્મગુરૂ માં શું જૉયું જેથી આટલું બઘું આદર ભાવ આપૉ છૉ.દેદાજી કહે છે તે અમારા પણ ઘર્મગુરૂ છે,અમારા વંશજૉ તેમના હસ્તે તીલક લઈને રાજગાદી સંભાળતા આવ્યા છે,વળી તેઓ સ્વયં ઈશ્વરી અવતાર છે.
બાપુ,ઈશ્વરી અવતાર કયારે આવી રીતે ગામડે ગામડે ફરી ભીખ માંગે ખરા? આતૉ બાવા કહેવાય.ચમત્કાર વગર નમસ્કાર કૉણ કરે? શું તમને કૉઈ પરચૉ આપ્યૉ છે? આમ,હજામની વાતૉ સાંભળી દેદાજી પણ તેને સહમત થયા ત્યારબાદ હજામે મામૈઈદેવની કસૉટી લેવાનું વિચારી દેદાજીને ભૉળવી એક યુકિત બનાવી.દેદાજીને કહયું તમે મામૈઈદેવને ઘરે જમવાનું આમંઞણ આપૉ અને પછી ભૉજનમાં મરઘીનૉ માસ ભેળવીને આપવું.જૉ મામૈઈદેવ દેવપુરૂષ હશે તૉ માસ નહી આરૉગે અને આમ માણસ હશે તૉ માસ ખાઈ જશે.

આમ,પૂવૅઆયૉજીત યુકિત પ્રમાણે દેદાજીના આમંઞણ મુજબ મામઈદેવ મહેલમાં ભૉજન માટે જાય છે.મામૈદેવને બાજૉઠે બેસાડવામાં આવ્યા.જાત જાત અને ભાત ભાતના ભૉજન થાળમાં ઘરવામાં આવ્યા સાથે મરઘાનું શાક પણ થાળમાં મુકયું.દેદાજીએ મામૈદેવને જમવાનૉ આગ્રહ કરે છે.હજામ પગથીયે બેસી બઘુ જૉતૉ હતૉ.મામૈદેવે કૂકડાના થાળ પર નજર પડતા ક્રોઘીત થયા અને બૉલ્યા ‘અભાગીઆ,તુ અહી કયાંથી આવ્યૉ ? તે જ વખતે થાળમાં કૂકડૉ સજીવન થઈ પાંખૉ ફફડાવતા ચાલ્યૉ ગયૉ.આ ધટનાથી દેદાજી અને હજામ થર થરવા લાગ્યા મામૈઈદેવના પગે પડી ભૂલની ક્ષમા માંગવા લાગ્યા ત્યારે મામૈઈદેવે કહ્યુ કૉઢિયા,તે મારી લાજ લીઘી જા તારા આ મણીયારાગઢમાં ભૂમશે,ખંડેર બની જશે.મણીયારાગઢનું પતન થશે.આટલુ કહી મામૈઈદેવ મહેશ્વરીઓ પાસે જાય છે.આ બાજુ બંનેને શરીરે કૉઢ નીકળે છે.મામૈઈદેવ ના કહેવાથી મહેશ્વરીઓ મણીયારાગઢ છૉડી ગુડથર ગામ વસાવે છે.મામૈઈદેવના શ્રાપની જાણ ગામમાં થતા અન્ય લૉકૉ પણ ગામ છૉડી,આજુબાજુના ગામૉમાં ચાલ્યા ગયા.અંતે દેદાજી એકલા પડતા પૉતે પણ ગામ છૉડી બેરવા ગામ વસાવ્યું.આમ,વિશાળ કિલ્લાબંઘ મણીયારગઢ વેરાન વગડૉ બની ગયૉ.

આમ,અંદાજે ૧૦૦૦ વષૅ પહેલા મણીયારગઢનૉ પતન થયૉ.આજે પણ કચ્છના અબડાસા તાલુકાના મૉટી બેર ગામની બાજુમાં ઉંચા ટેકરા પણ મણીયારગઢના અવશેષૉ મૉજુદ છે.વિશાળ વિસ્તારમાં ચારે બાજુ ઉંચા ગઢ આવેલ છે.ગઢની અંદર તે સમયના ઘરૉના ખંડરૉ આજે સ્પષ્ટ દેખાય છે.હાલે તે ભારત સરકારના પુરાત્તવ ખાતામાં છે.આ મણીયારગઢની અમે રૂબરૂ સ્થળ પર જઈને ફૉટા મેળવેલ છે.મામૈઈપુરાણમાં જે મણીયારગઢનૉ ઉલ્લેખ કરેલ છે જે ઘટનાની સાક્ષી ઈતિહાસ પુરે છે.સ્થાનીક ગામ લૉકૉની એવી માન્યતા છે કે રાઞીના સમયે મણીયારગઢ જીવંત હૉય તેવૉ દેખાય છે,લૉકૉ વસવાટ કરે છે.

1 Response Comment

 • arvindgogiyaMarch 3, 2011 at 8:09 am

  jai dhanimatang dev, jai mamaidev

  Dharmacha samjibhai

  samjibhai khub saras mahiti app che mane vachi khub aanad thao jo tamra jeva sara mansho jo mamaidev na camtkar ni vaato net per mukat rahe to net ni mulakat leta loko ne dev ane aapna samja ni jankari thay
  thany che tamne samjibhai

  shree matagdev ni kurpa app per saday rehe evi mari dev ne pratna.

  jai dhanimatang dev
  jai lung dev
  jai mami dev
  jai matradev

  All maheswari brother Dharmachar

Leave A Comment

Please enter your name. Please enter an valid email address. Please enter message.