બારમતિ વિધી કરવા જૉઈતી જરૂરી સામગ્રી
1. ચાર ઘડકીઓ/રજાઈઓઃ આસન બનાવા માટે
2. ગાયનૉ ગૉબર/છાણઃ જમીન લીપવા ગૉળ આકારમાં ઘરની સ્ઞીનાં જ હસ્તે
3. મગનૉ આટૉઃ ૫૦ ગ્રામ
4. મગનાં દાણા આખાઃ આશરે ૨૦૦  ગ્રામ
5. સુતરઃ દિવાની વાટ,જયૉત,કાકડા બનાવા માટે
6. ગુલાલઃ બારમતિપંથની આકૃતિ બનાવા
7. મરૂઆના પાન/ડમરૉઃ પતરી ચઢાવા/પૂજા કરવા
8. ઘીઃ ગાયનું દેશી ઘી ૨૫૦ ગ્રામ
9. કળશઃ જ્ઞાન પાણી માટે/પૂજા કરવા
10. તાંસરી અને ચમચીઃ ધી મુકવા માટે
11. વટી અને થાળીઃ કાંસાની થાળી ઠાઠ માટે/પ્રસાદ માટે તથા વટી પ્રસાદ આપવામાટે
12. ઠાઠ બનાવા/પ્રસાદ માટેઃ ચૉખા,ગૉળ,ખાંડ આશરે અડઘૉ કિલૉ
13. તેલઃ ઓળ પૂજન માટે
14. ધૉતીયુઃ સરપુજા,બારમતિ વિઘી કરનાર મૈસરનાં પૂજન માટે
15. પાટ ના અખા/અનાજ
16. માટનૉ દિવૉ એક
17. સૉપારી નંગ ૨૧
18. જરૂરી દાન-દક્ષિણા

આમ,મહેશપંથની વિઘી ખૂબ જ સરળ છે,આજના મૉંધવારીના સમયમાં પણ સામાન્ય કુટુંબ વિઘી કરાવી શકે છે.બારમતિ પંથ માતંગગુરૂ જ કરી શકે છે.બારમતિ પંથમાં સ્ઞીઓને પ્રથમ સ્થાન છે, સ્ઞીનાં હસ્તે પંથની વિઘી શરૂ થાય છે અને પંથની વિઘી પણ  સ્ઞીનાં હસ્તે જ પૂરી થાય છે સ્ઞીને ગુરીવાળી બાઈ સંબૉધાય છે.બારમતિ પંથની તમામ વિધી આજે પણ કૉઈ પણ ફેરફાર વગર માતંગદેવના સમયથી અખંડ રીતે ચલાવામાં આવે છે.બારમતિ પંથની  વિધી માટે કૉઈ યજ્ઞભૂમિની જરૂરત નથી કૉઈ પણ ધરે ગાય ગૉબરથી લીપી જમીન પ્રવિઞ કરી પંથ રચાય છે. બારમતિ પંથની  વિધીને બારઈ કહેવાય છે જે દરેક પ્રસંગે ધરમ બારઈ,વર બારઈ, ચૌરી બારઈ,જંગ બારઈ, સામ બારઈ નામે સંબૉઘાય છે.દરેક પ્રસંગે અલગ અલગ વેદૉથી થાય છે. મહેશ્વરી સમાજના તમામ શુભ પ્રસંગૉએ બારઈ કરવામાં આવે છે.જે મહેશ્વરીની પ્રથમ અને અંતીમ પૂજા છે.અન્ય કૉઈ પૂજા-પાઠને સ્થાન નથી.

2 Response Comments

  • jeet buchiyaJuly 18, 2010 at 9:12 am

    dharmachar…………..
    f=great work keeo it goin….

  • anil matang(anjaar)July 18, 2010 at 9:14 am

    gath gore ke dharmachar…

Leave A Comment

Please enter your name. Please enter an valid email address. Please enter message.