કોઈ પણ દેશ માટે બંધારણ એનું સર્વોચ કાનૂની તથા રાજનૈતિક દસ્તાવેજ હોય છે. એજ પ્રમાણે એ લોકો માટે અધિકારો નક્કી કરવાનું એક કાનૂની દસ્તાવેજ છે. સામાન્યપણે, એ શાસન કરનાર વર્ગ તથા શાસિત વચ્ચે સત્તાને જોડવાની પ્રક્રિયા છે. આવી જોગવાઈ ફક્ત સરકારની સત્તા નિશ્ચિત કરવા પુરતી સીમિત નથી, પરંતુ સરકાર પ્રત્યે લોકોની અપેક્ષાપૂર્તિનું પણ માપદંડ છે.

બંધારણનું સહુથી મુખ્ય બિંદુ એ હોય છે કે એ ભવિષ્યલક્ષી હોય છે, નહિ કે ભૂતકાળલક્ષી. જે લોકો સામાજિક વહીવટ એમના રીત-રીવાજ મુજબ કરે છે એમને બંધારણની કોઈ જરૂર હોતી નથી. એમના વડીલોના સુચનો એમના માટે પર્યાપ્ત હોય છે. ઐતિહાસિક રીતે, જ્યાં પણ બંધારણનું નિર્માણ થયું છે, ત્યાં ક્રાંતિકારી બદલાવ આપોઆપ આવી જાય છે. એટલેજ બંધારણની ઉપયોગીતા બદલાયેલા સામાજિક / રાજનૈતિક સમયગાળામાં સહુથી વધુ મહત્વની હોય છે. બંધારણ બનાવતી વખતે બંધારણની શાસન પદ્ધતિ તથા બંધારણનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, એ નક્કી કરવું અત્યંત જરૂરી હોય છે. આ બે પ્રશ્નો એટલા મહત્વપૂર્ણ છે કે પ્રત્યેક બંધારણને તેનું વિચાર કરવુંજ પડે છે.

નજીક ભવિષ્યમાં જયારે પણ આપણે મહેશ્વરી જ્ઞાતિનું બંધારણ બનાવશું, ત્યારે ભારત દેશના બંધારણમાંથી આપણને પ્રેરણા લેવી પડશે. ડો. બાબાસાહેબ આંબેડકર જેવા ઉચ્ચ કોટીના વિદ્વાને જ્યારે ભારત દેશનું બંધારણ બનાવતી વખતે જે વાતોને ધ્યાનમાં રાખી હતી, એ સિધ્ધાંતો આજે મહેશ્વરી જ્ઞાતિ માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થઇ શકે છે. ડો. આંબેડકરનાં મતે બંધારણનું પ્રકાર અને સ્વરૂપ અત્યંત મહત્વપૂર્ણ હોવું જોઈએ, એની વ્યાખ્યા નીચે મુજબ છે:-

ભારતીય બંધારણનું પ્રકાર:

૧. ભારતીય બંધારણ સંઘરાજ્ય પદ્ધતિનું છે. એના સર્વોચ્ચપદે કાર્યકારી અધિકારીની જોગવાઈ છે જેમને ‘રાષ્ટ્રપતિ’ કહેવામાં આવે છે. તેઓ રાષ્ટ્રનાં પ્રમૂખ છે પરંતુ કાર્યકારી મંડળનાં નહિ. તે રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ રાષ્ટ્રનું પ્રસાશન કરતા નથી. તેઓ રાષ્ટ્રના પ્રતિક છે. પ્રશાસનમાં એમનું સ્થાન પ્રતીકાત્મક સિક્કા જેવું છે, એટલે રાષ્ટ્રનું નિર્ણય તેમના સહી-સિક્કાથી ઘોષિત કરવામાં આવે છે. ભારતીય સંઘરાજ્યનાં રાષ્ટ્રપતિનાં અધિકારમાં વિવિધ પ્રશાસકીય વિભાગોના મંત્રીઓ કાર્યરત હોય છે અને મંત્રીઓએ આપેલી સલાહ માન્ય કરવી તેમના માટે બંધનકારક હોય છે. તેઓ મંત્રીઓની સલાહ વિના કશું પણ કરી શકતા નથી.

૨. ભારતીય સંઘરાજ્યના મંત્રીઓ પ્રથમત: સંસદના સભાસદો હોય છે. માત્ર સંસદના સભાસદજ મંત્રી બની શકે છે. લોકશાહીસત્તાત્મક કાર્યકારી મંડળને બે જરૂરીયાતોની પૂર્તિ કરવી પડે છે – (૧) કાર્યકારી મંડળ સ્થિર હોવું જોઈએ અને (૨) કાર્યકારી મંડળ ઉત્તરદાયી હોવું જોઈએ.

ભારતીય બંધારણનું સ્વરૂપ:

૧. ભારતીય બંધારણનું સ્વરૂપ સયુંકત સંઘીય છે (Federal). એટલે કે એમાં સત્તાના બે કેન્દ્રો અસ્તિત્વમાં છે. બંધારણની બેવડી સત્તા કેન્દ્રમાં કેન્દ્ર સ્થાને એક સંઘરાજ્ય છે અને તેના ઘટક રૂપે વિવિધ રાજ્યો છે. કેન્દ્ર અને રાજ્યોનું બંધારણ એકજ છે જેથી કોઈ પણ બંધારણથી બાહર નથી જઈ શકતું અને બધાને આ ચોકઠામાં રહીનેજ કાર્ય કરવું પડે છે.

૨. ભારતીય બંધારણ કાળ અને પરિસ્થિતિની આવશ્યકતા મુજબ કેન્દ્રીભૂત તેમજ સંઘરાજ્ય આ બન્ને રૂપ ધારણ કરી શકે છે. સામાન્ય સ્થિતિમાં તે સંઘરાજ્ય પદ્ધતિ પ્રમાણે કામ કરે છે પરંતુ યુદ્ધજન્ય પરિસ્થિતિમાં તે કેન્દ્રીભૂત પદ્ધતિ પ્રમાણે કાર્ય કરે છે, એવી તેની રચના કરવામાં આવી છે.

ઉપર જણાવ્યા મુજબ, ભારતીય બંધારણનું પ્રકાર અને સ્વરૂપને ધ્યાનમાં રાખતા, મહેશ્વરી જ્ઞાતિનું બંધારણ પણ નીચે મુજબ બની શકે છે:-

૧. કરમ વંગીઆ પીર સાહેબ:

ભારતીય બંધારણ મુજબ સર્વોચ્ચ કાર્યકારી અધિકારી એટલે કે ‘રાષ્ટ્રપતિ’ તરીકે આપણા ધાર્મિક વડા ‘પીર શ્રી’ રહી શકે છે કારણ કે તેઓ બારમતી ધર્મનાં સર્વોચ્ચ પદે વિરાજમાન છે તેમજ તેઓ આપણા ધર્મ અને સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને બધા લોકો એમની આગળ નમે છે. દેશના રાષ્ટ્રપતિની જેમ તેઓ મહેશ્વરી સમાજનું સીધું પ્રશાસન નહિ કરી શકે. સમાજ પ્રશાસનમાં એમનું સ્થાન પ્રતીકાત્મક સિક્કા જેવું થઇ શકે, એટલે કે સમાજનું નિર્ણય તેમના સહી-સિક્કાથી ઘોષિત કરવામાં આવે. જેમ ભારતીય સંઘરાજ્યનાં રાષ્ટ્રપતિનાં અધિકારમાં વિવિધ પ્રશાસકીય વિભાગોના મંત્રીઓ કાર્યરત હોય છે અને મંત્રીઓએ આપેલી સલાહ માન્ય કરવી તેમના માટે બંધનકારક હોય છે તથા તેઓ મંત્રીઓએ આપેલા સલાહ વિના કશું પણ કરી શકતા નથી, એજ પ્રમાણે ‘પીર સાહેબ’ મહેશ્વરી સત્તા મંડળનાં સુચન પ્રમાણેજ પ્રશાસકીય સત્તા પર આરૂઢ રહી શકે છે.

૨. મહેશ્વરી વિકાસ સત્તા મંડળ (સામાજિક પંચ):

જેવી રીતે ભારતીય સંઘરાજ્યના મંત્રીઓ પ્રથમત: સંસદના સભાસદો હોય છે અને માત્ર સંસદના સભાસદજ મંત્રી બની શકે છે. એજ પ્રમાણે દરેક તાલુકા/વિસ્તારના મહેશ્વરી જ્ઞાતિનાં ચુંટાયેલી બોડીના લોકો તેમજ લૂણી, બગથળા, ત્રેઈજર, માતંગરાઈ, ચન્ધ્રુવો, ગુડથર, વગેરે ધામોના પ્રતિનિધિઓ તથા સમાજ દ્વારા નક્કી કરાયેલ અન્ય પ્રતીનીધીયો સયુંકત મળીને સંસદસભા જેવું કાર્યકારી મંડળ બનાવી શકે છે. આ ‘મહેશ્વરી વિકાસ સત્તા મંડળ (સામાજિક પંચ)’ સમય સમય પર મળીને સમાજને અને ધર્મને લગતા મુદ્દાઓના સંચાલન માટે ઠરાવ મંજુર કરીને પીર સાહેબને મંજૂરી માટે મોકલાવી શકે છે, જેથી પીર સાહેબ આ ઠરાવોનું રાષ્ટ્રપતિની જેમ પોતાના સહી-સિક્કાથી આદેશ જારી કરી શકશે. મહેશ્વરી વિકાસ સત્તા મંડળ (સામાજિક પંચ) દ્વારા લિખિતમાં મંજુર કરેલ ઠરાવ પ્રમાણેજ ‘પીર સાહેબ’ આદેશ કરી શકશે. આવું કરવાથી મહેશ્વરી સમાજનું કાર્યકારી મંડળ સ્થિર અને ઉત્તરદાયી રહી શકશે.

‘મહેશ્વરી વિકાસ સત્તા મંડળ (સામાજિક પંચ)’ વિવિધ સ્તરે યોગ્ય ઉમદા વ્યક્તિયોનું ચયન કરીને નીચે દર્શાવેલ કર્યો કરી શકે છે:-

દસોંધ એકત્રીકરણ અને આર્થિક આયોજન મંડળ
શિક્ષા સુધાર મંડળ
આરોગ્ય સારવાર સહાય મંડળ
યુવા તથા ખેલકૂદ વિકાસ મંડળ
મહિલા વિકાસ મંડળ
પ્રકાશન અને સુચના મંડળ
કાનુન મંડળ
વરિષ્ઠ નાગરિક વિકાસ મંડળ
શ્રમિક તથા પ્રાઇવેટ કર્મચારી વિકાસ મંડળ

૩. મહેશ્વરી તાલુકા કાર્યકારી મંડળ:

દરેક તાલુકા માં વસતા મહેશ્વરી લોકોની ચૂંટાયેલી વિવિધ ગામડાઓ મળીને દરેક તાલુકા દીઠ મહેશ્વરી તાલુકા કાર્યકારી મંડળનું ગઠન કરી શકે. ‘મહેશ્વરી તાલુકા કાર્યકારી મંડળનું મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક વહીવટ, સત્તા, માર્ગદર્શન, નિરીક્ષણ અને જ્ઞાતિ સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ સાથે સમન્વય કરવાનું થઇ શકે. સાથેજ તેઓ શિક્ષા, સ્વાસ્થ, સામાજિક વિકાસ, આર્થિક વિકાસ, સાંસ્કૃતિક વિકાસ, મહિલા વિકાસ, યુવા અને ખેલકૂદ વિકાસ વગેરેનાં કાર્યો માટે નીતિ-નિયમ બનાવી તથા એના સંચાલન માટે ઠરાવ મંજુર કરીને ‘મહેશ્વરી વિકાસ સત્તા મંડળ (સામાજિક પંચ)’ પાસે વિચારણા માટે મોકલી શકે છે, જેથી ‘મહેશ્વરી વિકાસ સત્તા મંડળ (સામાજિક પંચ)’ આવનાર પ્રસ્તાવોને મંજુર કરીને તથા ઠરાવ પસાર કરીને ‘પીર સાહેબ’ પાસે આખરી મંજૂરી માટે મોકલી શકે.

૪. ધાર્મિક વિકાસ અને સુધાર મંડળ:

બારમતી ધર્મના વિકાસ, પ્રચાર અને પ્રસાર માટે વિવિધ યોજનાઓ બનાવવી, પૂજ્ય મામૈદેવ જ્ઞાન-સાસ્તરની તાલીમ આપવી, ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન કરવું વગેરે કામો માટે ‘મહેશ્વરી વિકાસ સત્તા મંડળ (સામાજિક પંચ)’ વડેરા માતંગગુરુઓ તથા જ્ઞાની લોકોને સમ્મિલિત કરીને ‘ધાર્મિક વિકાસ અને સુધાર મંડળ’ નું ગઠન કરી શકાય છે, જેથી ધર્મને લગતા મુદ્દાઓને યોગ્ય દિશા મળી શકે. ‘ધાર્મિક વિકાસ અને સુધાર મંડળ’ દ્વારા સુચવેલ વિવિધ નીતિ-નિયમ તથા સૂચનાઓને ઠરાવ મંજુર કરીને ‘મહેશ્વરી વિકાસ સત્તા મંડળ (સામાજિક પંચ)’ પાસે વિચારણા માટે મોકલી શકાશે, જેથી ‘મહેશ્વરી વિકાસ સત્તા મંડળ (સામાજિક પંચ)’ આવનાર પ્રસ્તાવોને મંજુર કરીને તથા ઠરાવ પસાર કરીને ‘પીર સાહેબ’ પાસે આખરી મંજૂરી માટે મોકલી શકે.

ઉપર બતાવેલ મૌલિક વિચારો ફક્ત એક રજુવાત છે. અંતે તો મહેશ્વરી જ્ઞાતિનાં વડીલો, ધર્મગુરુઓ, અગ્રણીઓ અને યુવાનો સાથે મળીને આમ સહમતીથી જે પ્રારૂપ મંજુર કરશે એજ સ્વીકાર્ય રહેશે. લોકતંત્રમાં બધાને પોતાનાં વિચારો રજુ કરવાનો અધિકાર છે, એટલે મહેશ્વરી જ્ઞાતિના દરેક વિચારશીલ વ્યક્તિને અનુરોધ છે કે તેઓ બંધારણ વિશે પોતાના વિચારો અહી મહેશપંથી વેબસાઈટ ઉપર રજુ કરે જેથી સમાજની મૂળભૂત જરૂરીયાતને જાહેર કરી શકાય.

7 Response Comments

 • Jeetesh Kanjibhai DhuaOctober 5, 2013 at 7:58 am

  Dharmachaar Saaheb..

  aapno lekh vachine khub anand thayo. e mate hu garv anubhavu chu. hu tamari sathe sahmat chu. mane aasha che k aapna samaj na dharam guru ane vadilo tamari rajuaat ni nodh le.

  Aabhar..
  Matang Dev Tusyo. .
  Jay Shree Dhani Matang Dev Namah. ..

 • Ramesh AyadiOctober 5, 2013 at 10:20 am

  Great Navinbhai.

 • Ramesh AyadiOctober 6, 2013 at 11:07 am

  હું એવું માનું છું કે સામાજિક અને ધાર્મિક વિકાસ માટે યુવા જેટલા આગળ આવશે એટલે સમાજને ફાયદો થશે.એમાં આ વિષય માટે યુવા ટીમ તૈયાર કરવામાં આવે જે મહેશ્વરી વિકાસ સત્તા મંડળ (સામાજિક પંચ)નાં વર્ણવેલ વિવિધ કાર્યો (દસોંધ એકત્રીકરણ અને આર્થિક આયોજન મંડળ, શિક્ષા સુધાર મંડળ, આરોગ્ય સારવાર સહાય મંડળ, યુવા તથા ખેલકૂદ વિકાસ મંડળ, મહિલા વિકાસ મંડળ, પ્રકાશન અને સુચના મંડળ, કાનુન મંડળ, વરિષ્ઠ નાગરિક વિકાસ મંડળ, શ્રમિક તથા પ્રાઇવેટ કર્મચારી વિકાસ મંડળ) નાં સંદર્ભમાં આપણી સમાજની શું પરિસ્થિતિ છે? આપણે ક્યાં વિષયમાં ભાર આપવાની જરૂર છે વગેર બાબતો પર સર્વે કરે અને હાલ સમાજમાં વિકાસમાં ખૂટતી કડીઓ કઈ છે એ જાણવાનું કાર્ય કરે.
  ઉપરોક્ત કાર્યો ઉપરાંત હું માનું છું કે આપણા ધર્મનાં પ્રચાર માટે આપણે એક મંડળ રચવું જોઈએ જે ધર્મના વિકાસ અને પ્રચારને લગતા કાર્યો કરે. તેમજ આપણે એવા કાર્યો ઉપર વધારે ભાર આપવો જોઈએ જ્યાં સરકારી સહાય ઉપલબ્ધ નથી પરંતુ એ વિષયમાં ખરેખર વિકાસની જરૂરત છે.આપણી સમાજમાં કલાક્ષેત્રે ઘણી પ્રતિભાઓ છે જે ખરેખર આગળ જઈ સમાજનું નામ રોશન કરી શકે પરંતુ લગભગ કિસ્સાઓમાં આવી પ્રતિભા આર્થિક કારણોસર સીમિત રહી જાય છે માટે એ માટે એક મંડળની રચના કરવામાં આવે.

 • Kishor S DhuvaOctober 7, 2013 at 8:38 am

  Dharmachar

  khoob j saru kary che ane e jaruri che k have aapno bandhran banaviye je mari pan potani ichha hati k bandharan bane to aa shreshth kary ma jaruri madad karva hu tatpar chhu.

  abhar
  jai matang dev

 • TD DevriyaOctober 8, 2013 at 2:33 pm

  DHRAMACHAR… Navinbhai,

  aapne abhi nandan ke ape je atihasik saruat karel..

  apna aa atihasik surat ma jaruri sath sahkar apva tayar chia

  Abhar

 • Navin K. BhoiyaOctober 8, 2013 at 6:06 pm

  Aap badha mitronu dhanyavad chhe ke samay kadhine tame aa article vaanchvani tasdi lidhi.

  Aa draft Bandharan nu prachar ane prasar jaruri chhe jethi vadhare thi vadhare lokoni raay ek hoy.

  Abhaar.

 • Karshan NanjarOctober 10, 2013 at 10:36 am

  Dhanyavad Navinbhai.

  Tamara lekh sathe temaj darshavel suchano sathe hu sahmat chhu. aa uprant hu ek suchan karva mangu ke Maheshwari Samajna “Tithi”, “Tahevar”, Mela vagere ni mahiti darshavtu ek calendar banavavama ave ane jeni uparnaa bhagmaa apna dharmne lagta vividh phota mukvama ave.Jethi kari aapna dharmno prachar vadhuma vadhu ane saralta thi thay. Jay Dhani Matangdev.

Leave A Comment

Please enter your name. Please enter an valid email address. Please enter message.